Posted in कविता - Kavita - કવિતા

ભલેને તું પરિવારની જિંદગી બનજે,


ભલેને તું પરિવારની જિંદગી બનજે,
ઓ સ્ત્રી,પહેલા તું સ્વાવલંબી બનજે.

ન ઉઠાવી શકે ગેરફાયદો તારો કોઈ,
બને તો, એટલી તું સ્વચ્છંદી બનજે.

હકદાર છે તું જેની, તને મળે કાયમ,
ગુમાવવી ન પરવડે તે સંપત્તિ બનજે.

સહન કરવું નસીબ નથી, પસંદગી છે,
ન તરછોડે, તેમની જ સંબંધી બનજે.

ચાલે તું ને બીજા અનુસરે તને……
પ્રકાશિત કર જગતને, રોશની બનજે