સંતા ટ્રેનમાં જતો હતો. ટ્રેનમાં એક ટાઈમપાસની ચોપડી વેચતો ફેરિયો આવ્યો. સંતાએ કહ્યું કે, ‘એ બધું ઠીક પણ તારી પાસે કોઈ જોરદાર પુસ્તક છે ?’
ફેરિયાએ કહ્યું : ‘એક છે પણ તમે એ વાંચી નહીં શકો. બહુ જ ભયંકર વાર્તા છે એટલે કે હોરર સ્ટોરી છે.’
સંતા કહે : ‘અરે હું તો કોઈ વાર્તાથી નથી ડરતો.’
ફેરિયો : ‘એ તો વાંચશો એટલે ખબર પડશે. પણ એ જોરદાર પુસ્તકની કિંમત 3000 રૂ. છે.’
સંતા કહે : ‘હું કંઈ કિંમતથી નથી ગભરાતો’ એમ કહીને સંતાએ રૂ. 3000 આપીને એ પુસ્તક ખરીદ્યું. ફેરિયાએ જતાં જતાં કહ્યું : ‘ભલે ગમે તે થાય પણ પુસ્તકનું છેલ્લું પાનું કદી ના વાંચતા, નહીં તો ગજબ થઈ જશે !’
સંતા ચોપડી વાંચવા લાગ્યો. ઠીક ઠીક હોરર હતી પણ સંતાને થયું કે એવું તે છેલ્લા પાને શું હશે કે જે વાંચતા ગજબ થઈ જશે ? સંતા ધીમે ધીમે ચોપડી વાંચતો ગયો. આખી ચોપડી પૂરી થઈ અને હવે છેલ્લું પાનું બચ્યું હતું, જેની આગળની સાઈડ કોરી હતી. હવે ? એની પાછળની બાજુએ શું લખ્યું હશે ? આખરે સંતાથી ના રહેવાયું. એણે ખોલીને વાંચી જ લીધું અને વાંચતાની સાથે એના હોશકોશ ઊડી ગયા ! કારણ કે ત્યાં લખ્યું હતું : ‘કિંમત 30 રૂપિયા !’