સન્ટા પાયલટ બનવા ગયો. પ્રાઇમરી ટ્રેનીંગ પુરી કરી તેની ફાઇનલ ટેસ્ટ માટે એક હેલિકોપ્ટર ઉડાડવા માટે આપ્યુ અને સુચના પણ આપી કે તે લગાતાર કન્ટ્રોલ રૂમ સાથે સંપર્ક માં રહે.
સન્ટા હેલિકોપ્ટરમાં બેઠો અને ઉડાડ્યુ. 1000 ફીટ ઉપર જઇને તેણે કન્ટ્રોલ રૂમને મેસેજ મોકલ્યો કે ચિંતા કરવાની કોઇ જરુરત નથી. હું બહુ સારી રીતે હેલિકોપ્ટર ઉડાડી રહ્યો છું. બહુ મજા આવે છે. અને નીચે નઝારો પણ બહુ સરસ દેખાય છે.
2000 ફીટ ઉપર પહોંચ્યા પછી સન્ટાએ ફરી કન્ટ્રોલ રૂમને મેસેજ મોકલ્યો કે તે 2000 ફીટ ઉંચાઇ પર છે અને મજા આવે છે. એવુ લાગે છે કે હેલિકોપ્ટર ઉડાડવુ તે દુનિયાનું સૌથી સરળ કાર્ય છે.
પછી કન્ટ્રોલ રૂમને ખયાલ આવ્યો કે 3000 ફીટ ની ઉંચાઇ પર છે તેથી તેમને ચિંતા થવા લાગી કારણ કે ત્યાંથી સન્ટાનો કોઇ મેસેજ આવ્યો ન હતો. થોડી વાર પછી કન્ટ્રોલ રૂમના કર્મચારીઓને ખયાલ આવ્યો કે સન્ટા નું હેલિકોપ્ટર અડધો કિલોમીટર દૂર જમીન પર પડ્યુ છે. સ્ટાફ દોડતો દોડતો ત્યાં પહોંચ્યો. તેમણે નીચે તુટેલા હેલિકોપ્ટરમાંથી સન્ટાને બહાર કાઢ્યો. સદભાગ્યે તે ઇજાગ્રસ્ત થયો હતો પણ જીવતો હતો.
અધિકારીએ તેને કારણ પૂછ્યુ તો સન્ટાએ કહ્યુ,
”શું થયુ એ તો મને પણ ખબર નથી. બધુ બરાબર ચાલતુ હતુ. પણ જ્યારે હું 3000 ફીટ ઉપર ગયો તો મને બહુ ઠંડી લાગવા લાગી. તેથી ઉપર ચાલતો પંખો મેં બંધ કરી દીધો. બસ પછી શું થયુ તે મને યાદ નથી….