માં ના અવસાન પછી છોકરા એ એની પત્ની નાં કહેવા થી એના વૃદ્ધ બાપ ને વૃધ્ધાશ્રમ માં મોકલવા નો નિર્ણય કર્યો
:
અને પિતા ની તમામ જરૂરી ચીજ વસ્તુ ઓ એક બેગ માં ભરી અને એક
:
વૃધ્ધાશ્રમ માં લઇ આવ્યો
કાઉન્ટર પર બેઠેલ કલાર્કે ફ્રોર્મ ભરવાની વિધિ પતાવી
:
અને પિતા એ “ ફક્ત એક સમય નું સાદું ભોજન “ વિકલ્પ સ્વીકાર્યો
વિધિ પૂરી થયી પૈસા ભરાઈ ગયા
:
એટલા માં છોકરા ની પત્ની નો ફોન આવ્યો અને પૂછ્યું કે “ બાપ “ ને મુક્યો ને બરોબર વૃધ્ધાશ્રમ માં ? અને જો જો પાછા તહેવારો માં ઘરે ના આવે એનો ય બંદોબસ્ત કરજો “
:
છોકરા એ હા પડી અને ફોન મુક્યો
:
એટલા માં જ વૃધ્ધાશ્રમ ના ટ્રસ્ટી ભાર આવ્યા અને છોકરા ના પિતા ની સાથે એના ખભે હાથ મૂકી ને ચાલવા લાગ્યા અને સહજ રીતે એવી વાતો કરવા લાગ્યા જાણે બન્ને વરસો થી એક બીજા ને ઓળખતા હોય
:
આ જોઈ ને છોકરા ને બહુ આશ્ચર્ય થયું તેણે ટ્રસ્ટી ને પૂછ્યું , “ કે તમે મારા પિતા ને પહેલે થી જ ઓળખો છો કે શું ?”
:
ત્યારે ટ્રસ્ટી એ પોતાની ભીની આંખો લૂછતાં જવાબ આપ્યો કે , “ હા બહુ સારી રીતે ઓળખું છું “ આજ થી ૩૦ વરસ પહેલા એ અહિયાથી જ એક અનાથ બાળક ને દતક લેવા માટે લઇ ગયા હતા “ ત્યાર થી હું એમને ઓળખું છું
:
છોકરો અવાક !!!!!!!!!! હતો એની પાસે શબ્દો નાં હતા