મફત વાળ કપાવવા છે?
પોળના નાકે ફુટપાથ પર લાંબા વધેલ વાળ સાથે રમતા નવેક વર્ષના એક છોકરાને કાકાએ પૂછ્યું., ” એ છોકરા.., તારે મફત વાળ કપાવવા છે?” છોકરો ખૂશ થતો બોલ્યો.., ” હા, કાકા!” કાકા છોકરાને લઈ જોડેની ગાંયજાની દુકાનમાં દાખલ થયા ને ઘરાકના વાળ કાપતા ગાંયજાની નજીક જઈ પૂછ્યું.., ” કેટલી વાર લાગશે?” ” બસ .., આ ભાઈનું પતી જાય પછી તમને લઉં કાકા. ” ગાંયજાએ જવાબ આપ્યો. પેલા ભાઈનું પતી ગયા પછી કાકાના વાળ કાપવાનો વારો આવ્યો, વાળ કપાવ્યા પછી દૂર ખુરસી પર બેઠેલ છોકરા તરફ આંગળી ચીંધી કાકા કહે.., એના પણ વાર બહું વધી ગયા છે.., ટૂંકા કરવાના છે.., તમે કાપવાનું શરું કરો.., હું બાજુંના સ્ટોરમાંથી બીડી લઈને આવું છું” છોકરાના વાળ કપાયા પછી ઘણા સમય સુધી કાકા દેખાયા જ નહીં., એટલે ગાંયજાએ છોકરાને પૂછ્યું.., ” તારા બાપા કેમ હજું આવ્યા નહીં? તારા ને તારા બાપાના વાળ કાપવાના પૈસા લેવાના છે!” ” એ તો મારા બાપા નથી.., હું તો બહાર રસ્તા પર રમતો હતો, ને મારા લાંબા વાળ જોઈ એમણે મને પૂછ્યું , ” તારે મફત વાળ કપાવવા છે?” મેં હા પાડી, એટલે કાકા મને તમારી દુકાનમાં લઈ લાવ્યા!”
મહેન્દ્ર શાહ
