Posted in हिन्दू पतन

અસહિષ્ણુ


અસહિષ્ણુ કોણ છે? ઈન્ટોલરન્સ એટલે શું?

‘ગુડ મૉર્નિંગ’ – સૌરભ શાહ

(‘મુંબઇ સમાચાર’ : ગુરુવાર, 5 નવેમ્બર 2015)

હિન્દુ સમાજ જેટલો સહિષ્ણુ સમાજ આખા વિશ્ર્વમાં બીજો કોઈ નથી. આપણામાં જેટલી ટોલરન્સ છે એટલી ભાગ્યે જ બીજી કોઈ પ્રજામાં હશે. ભારતે વિશ્ર્વના દરેક ધર્મના અને દરેક વિચારસરણીના અનુયાયીઓને સ્વીકાર્યા છે, આવકાર્યા છે અને એટલે જ ભારતની સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિ આટલી સમૃદ્ધ બની છે, હજુય બની રહી છે.

આ ભવ્ય સંસ્કૃતિની ભવ્યતા જેમનાથી જોવાતી નથી તેઓ હંમેશાં પોતાનામાં રહેલી ગંદકી બહાર કાઢીને આપણા પર છાંટીને કહેતા રહે છે કે જુઓ, તમે કેટલા ગંદા છો અને અમે કેટલા પવિત્ર છીએ.

પોતાનામાં રહેલી કોમવાદી વૃત્તિ આપણા પર છાંટીને આપણને કોમવાદી તરીકે ચીતરવાની કોશિશ કરે છે અને દાવો કરે છે કે અમે તો સેક્યુલર છીએ. પોતાનામાં જરા સરખી સહિષ્ણુતા નથી અને આપણને કહેતા ફરે છે કે તમારામાં ટોલરન્સ નથી. પોતે બીજાઓના વિચારને માન આપી શકતા નથી, બીજાઓને એમની સાથે અસહમત થવાનો હક્ક છે એવું સ્વીકારી શકતા નથી અને બોલે છે શું: આ દેશમાં ડિસેન્ટને કોઈ આદર આપતું નથી, ભિન્નમતની અહીં કોઈ વેલ્યૂ નથી.

રશિયાનું વિમાન ઈસ્લામી આતંકવાદીઓએ ઉડાવ્યું છે એવો દાવો ખુદ ઈસ્લામી આતંકવાદીઓ કરે ત્યારે પણ અસહિષ્ણુતાવીરો ઈસ્લામી આતંકવાદીઓને બેનિફિટ ઑફ ડાઉટ આપે છે, કદાચ એમણે ન પણ ઉડાવ્યું હોય, પૂરતી તપાસ થયા પછી જ આપણે કહી શકીએ કે કોણે ઉડાવ્યું છે. એની સામે કલબુર્ગી-પન્સારે વગેરેની હત્યા થાય એના બીજા જ કલાકે આ જ લોકો ગાઈબજાવીને કહેતા થઈ જાય છે કે હિન્દુ કટ્ટરવાદીઓએ આ હત્યા કરી છે. દલિતો આગમાં બળી જાય તો તે આગ કુદરતી રીતે લાગેલી, એમને કોઈની સાથે અદાવત હતી એટલે આગ લગાડવામાં આવેલી કે પછી બીજું કંઈ કારણ હતું એની પ્રાથમિક તપાસ પણ હજુ ન થઈ હોય ત્યાં તેઓ જાહેર કરી દે છે કે સવર્ણોએ એમને જીવતા ભૂંજી નાખ્યા. આ દેશમાં દલિતોની હાલત કેટલી ભૂંડી છે, જુઓ. ગોમાંસના મુદ્દાને ઉછાળી ઉછાળીને જેટલું માઈલેજ લેવાય એટલું લઈ લેનારા સેક્યુલરબાજો ક્યારેય પ્રાણીને રિબાવી રિબાવીને જ ખાવામાં માનનારા લોકો વિશે એક અક્ષર નથી બોલતા. ઝટકા મટન એટલે પ્રાણીને રિબાવ્યા વિના, એક ઝાટકે મારી નાખીને મેળવાતું માંસ. આવું મટન ખાવું હરામ છે એવું કેટલાક લોકો માને છે. એમની ધાર્મિક માન્યતા મુજબ હલાલ મટન જ ખવાય. પ્રાણીને હલાલ કરવું એટલે એના ગળાની ધોરી નસ પર કાપો મૂકીને એના શરીરનું બધું લોહી વહી જાય પછી એને કાપીને એનું માંસ આરોગવું. પ્રાણી તરફડતું રહે, રિબાઈને મોત પામે. આવું માંસ ખાવામાં સ્વાદિષ્ટ હોય છે. જીવદયાનો ઝંડો લઈને ફરનારા માનવતાવાદી સેક્યુલરો ક્યારેય હલાલ મીટનો વિરોધ નહીં કરે. હા, જો હિન્દુઓ હલાલ મીટનો આગ્રહ રાખતા હોત તો જરૂર કહેત કે જુઓ, કેવા જંગલી છે આ હિન્દુઓ, ધાર્મિક માન્યતાના નામે પ્રાણીને કેટલું રિબાવે છે. કોઈ દેવીને પાડાનો બલિ ચડતો હોય ત્યારે દોડી જતા આ લોકો બકરી ઈદને દહાડે વાટકા ટોપી પહેરીને, તાજા કાપેલા લાખો બકરાઓમાંથી બનેલી વાનગીઓ આરોગવા પહોંચી જતા હોય છે અને પોતાને સેક્યુલર કહેવડાવી આપણા પર કોમવાદીનું લેબલ લગાવી છાપાંઓમાં ગાળો આપતા ફરે છે.

નવી પેઢી બહુ ગલીબલ હોય છે. નવું નવું વિચારતા થયેલા ટીન એજર્સ પર નવા વિચારોની ગહરી છાપ પડતી હોય છે. ભારતની આ નવી પેઢીને ગુમરાહ કરવા પેલા લોકો ભારતના તમામ તહેવારોની પરંપરાને બદનામ કરતા રહે છે. મકર સંક્રાંતિને દિવસે પતંગ નહીં ચગાવતા. માંજાને લીધે પંખીઓનાં ગળાં કપાઈ જાય છે. કેટલાં પંખીઓ આ રીતે મરતાં હશે. અંદાજ લગાવીને કહો તો ખરા કે કેટલાં? આની સામે એના કરતાં દસ હજાર ગણા પંખીઓ-ચીકન વગેરેને- રોજેરોજ કાપીને ખાઈ જવામાં આવે છે. રોજેરોજ. મકર સંક્રાંતિ તો વરસમાં એકવાર આવે અને પતંગ ચગાવનારો કોઈ પણ શોખીન માંજો લઈને ઊડતા પંખીની પાછળ નથી પડી જતો કે લાવ તને કાપું, તને કાપું. પહેલાં કરોડો મરઘાંને બચાવો, પછી મકર સંક્રાંતિની પ્રથાને અભડાવવાની કોશિશ કરો.

હોળી વખતે કેટલા લાખ લીટર પાણી વેડફાઈ જાય છે એના આંકડા આપીને માત્ર ભાલ પર ગુલાલનો ચાંદલો કરીને ‘તિલક હોળી’ રમવાની ભદ્દી અરજ કરવાનું છેલ્લાં થોડાંક વર્ષથી શરૂ થયું છે. હોળીમાં જેટલું પાણી વપરાય છે તેના કરતાં અનેકગણું પાણી રોજરોજ કતલખાનાંઓમાં રેડાતા લોહી વગેરેને સાફ કરવામાં વપરાય છે. હિન્દુઓના તહેવારોને બદનામ કરવામાં શું મળતું હશે?

દિવાળી જેવો મસમોટો હિન્દુ તહેવાર આવે ત્યારે આ જ ચાંપલા-ચિબાવલા લોકોએ જેમને ઉશ્કેર્યા હોય તેઓ કહેવા માંડે કે ના ભાઈ હોં, ફટાકડા ન ફોડાય, ધ્વનિ પ્રદૂષણ થાય, હવામાં ધુમાડો ફેલાય, કેટલાંય સૂક્ષ્મ જીવજંતુ મરી જાય. સૂક્ષ્મ જીવજંતુ મરી જાય એવું જૈનો કહે અને એ કારણસર તેઓ ફટાકડા ન ફોડે તે સમજી શકાય, પણ જેઓ સૂક્ષ્મ જ નહીં આખેઆખા ચારપગા અને બે પાંખોવાળા પશુ-પક્ષીઓને રોજે રોજ આરોગતા હોય તેઓ આવું કહે ત્યારે તેઓ કેવા લાગે? જે ટીવી ચૅનલો દિવાળીના ફટાકડાથી પ્રદૂષણ થાય એવી ડિબેટ્સ કરે છે એ જ ચૅનલો એકત્રીસમી ડિસેમ્બરે થતી આતશબાજીને લાઈવ દેખાડતી હોય છે.

અમેરિકામાં દર વર્ષે નવેમ્બરના ચોથા ગુરુવારે થૅન્ક્સ ગિવિંગ ડે ઉજવાય છે. એ દિવસે સૌ કોઈ ટર્કી ખાઈને ઉજવણી કરે. આ જ અમેરિકાના વેસ્ટેડ ઈન્ટરેસ્ટ ધરાવતા ધનપતિઓએ આપેલાં દાનધર્માદાથી ચાલતી ભારતની એન.જી.ઓ.ના સેક્યુલરવીરો હિન્દુઓની ધાર્મિક પરંપરાઓ-પ્રથાઓને બદનામ કરવા કમર કસતી હોય છે. હાલાંકિ આપણે હોમહવનમાં કોઈ પશુ કે પંખી તો શું નાના સરખા જીવડાનો પણ ભોગ લેતા નથી. છતાં જો કોઈએ હોમ-હવન કર્યો તો ઘીનો વેડફાટ થાય છે, અન્નનો વેડફાટ થાય છે- ભારતમાં ગરીબો ભૂખ્યા મરે છે અને અહીં ધાર્મિક પરંપરાને નામે કરોડો ટન ઘી અને અબજો ટન અનાજ બાળી નાખવામાં આવે છે એવા તદ્દન બેવકૂફ જેવા, જુઠ્ઠા અને આધારવિહોણા આંકડા આપવામાં આવે છે.

આ દેશને એનું ગૌરવ પાછું મળી રહ્યું છે. આઝાદી પછી સાડા છ દાયકાઓ સુધી એ લોકોએ પ્રયત્ન કર્યા કે આ દેશની સંસ્કૃતિ ભૂંસાઈ જાય, બદનામ થઈ જાય, નવી પેઢી હિન્દુ-સંસ્કૃતિની ખિલાફ થઈ જાય. મહદ્અંશે એમના પ્રયત્નો સફળ રહ્યા, પણ ગયા વર્ષે આ દેશની પ્રચંડ શક્તિ મોદીના રૂપમાં દિલ્હીના તખ્ત પર સવાર થઈ. આ લોકો હલી ગયા. એમના કર્યા કરાવ્યા પર પાણી ફરી વળશે એવો ડર લાગ્યો એમને. એમણે વિચાર્યું કે આજે નહીં તો કાલે, મોદીનું કોઈ કૌભાંડ તો બહાર આવશે જ. કૌભાંડ નહીં થાય તો કમસે કમ કોમી રમખાણ તો થશે જ. એક વરસ થયું, દોઢ વરસ પૂરું થવા આવ્યું પણ સાલું કંઈ થયું નહીં. દેશ તો જબરજસ્ત પ્રગતિ કરી રહ્યો છે. તોતિંગ ઈન્ફ્રાસ્ટ્રકચર્સ સર્જાઈ રહ્યાં છે અને ઈકોનોમી મજબૂત બની રહી છે. અમેરિકાનો પ્રૅસિડન્ટ શું નવરો બેઠો છે કે વરસમાં તત્તણવાર ભારતના વડા પ્રધાન સાથે લાંબી મુલાકાતો કરે. દુનિયાભરમાં મોદીની વાહવાહી થઈ રહી છે. મોદીની વાહવાહી એટલે સમગ્ર ભારતની વાહવાહી એવું માનવાને બદલે જે સંકુચિત લોકોએ ધારી લીધું છે કે આ તો આર.એસ.એસ.ના એજન્ડાની વાહવાહી છે તે જ સંકુચિત લોકોને બીજો કોઈ મુદ્દો નથી મળતો એટલે દેશમાં બનતી છુટકમુટક દુર્ઘટનાઓને ઉછાળી ઉછાળીને તેઓ છાતી કૂટવામાં મંડી પડ્યા છે.

ગામ હોય ત્યાં ઉકરડો હોવાનો. અમેરિકા, બ્રિટન, જર્મની, ફ્રાન્સ, ચીન, જપાન- દુનિયાના દરેકે દરેક દેશમાં ન થવા જેવી છુટકમુટક ઘટનાઓ થતી જ રહેવાની. ભારતની જેમ દરેક સરકારો આવી નાની કે મોટી દુર્ઘટનાઓને ટૅકલ કરતી જ હોય છે. કોઈ સરકાર આવી બાબતો પ્રત્યે આંખ આડા કાન કરતી નથી. સરકાર પાસે આવી તમામ ઘટનાઓ વિશે યોગ્ય કાર્યવાહી કરવાની સિસ્ટમ હોય છે અને એ પ્રમાણે કામ થતું હોય છે. વડા પ્રધાન કંઈ હોમિયોપથી ડિપાર્ટમેન્ટના સેક્શન ઑફિસર નથી કે આવી દરેક ઘટના માટે તમે એમને જવાબદાર ઠેરવો. તેઓ વડા પ્રધાન છે. તમારી ગલીની ગટરનું ઢાંકણું ખુલ્લું હોય તો પણ એ જ જવાબદાર, દાળના ભાવ માટે પણ એ જ જવાબદાર, યુપીમાં-કર્ણાટકમાં કોઈનું કમોત થાય તો પણ એ જ જવાબદાર, તમને છીંક આવે તો પણ એ જ જવાબદાર- એવું ન હોય.

સહિષ્ણુતા આ લોકોમાં નથી. તેઓ સહન કરી શકતા નથી કે આ દેશ લિટરલી દુનિયાની એક મહાસત્તા બની રહ્યો છે અને તેઓ સહન કરી શકતા નથી કે આ કામ એક એવી વ્યક્તિના નેતૃત્વ હેઠળ થઈ રહ્યું છે જેને તમે એક-સવા-દોઢ દાયકાથી કોમવાદી-કોમવાદી કહીને ગીધડાં મડદાં ચૂંથે એ રીતે ચૂંથતા રહ્યા છો. અને એટલે જ હવે તેઓ તમારા પર આક્ષેપ મૂકે છે: તમે ઈન્ટોલરન્ટ છો, આ દેશમાં સહિષ્ણુતાનું વાતાવરણ રહ્યું નથી.

ભલા માણસ, આટઆટલું વિષ ઓક્યા પછી તમે રંગેચંગે જીવી રહ્યા છો આ દેશમાં એના કરતાં બીજો કયો મોટો પુરાવો જોઈએ છે તમને આ દેશની સહિષ્ણુતાનો.

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

बीज


…………………………………………….बीज………………………………………….

मिटटी के नीचे दबा एक बीज अपने खोल में आराम से सो रहा था . उसके बाकी साथी भी अपने अपने खोल में सिमटे पड़े हुए थे . तभी अचानक एक दिन बरसात हुई, जिस्से. मिटटी के ऊपर कुछ पानी इकठ्ठा हो गया और सारे बीज भीग कर सड़ने लगे . वह भी बीज भी तर -बतर हो गया और सड़ने लगा .

बीज ने सोचा , ”इस तरह तो मैं एक बीज के रूप में ही मर जाऊंगा . मेरी हालत भी मेरे दोस्तों की तरह ही हो जाएगी , जो अब ख़त्म हो चुके हैं . मुझे कुछ ऐसा करना चाहिए कि मैं अमर हो जाऊं .” बीज ने हिम्मत दिखाई और पूरी ताकत लगाकर अपना खोल तोड़ कर खुद एक पौधे के रूप में परिवर्तित कर लिया . अब बरसात और मिटटी उसके दोस्त बन चुके थे और नुक्सान पहुँचाने की जगह बड़े होने में उसकी मदद करने लगे . धीरे – धीरे वह बड़ा होने लगा . एक दिन वह स्थिति आई जब वह इतना बड़ा हो गया कि अब और नही बढ़ सकता था। उसने मन ही मन सोचा , इस तरह यहाँ खड़े-खड़े मैं एक दिन मर जाऊँगा , पर मुझे तो अमर होना है. और ये सोच कर उसने खुद को एक कली के रूप में परिवर्तित कर लिया।

कली बसंत में खिलने लगी , उसकी खुशबू दूर-दूर तक फ़ैल गयी जिससे आकर्षित हो कर भँवरे वहां मडराने लगे , इस प्रकार इस पौधे के बीज दूर-दूर तक फ़ैल गए और वह एक बीज जिसने परिस्थितियों के सामने हार ना मान कर खुद को खुद को परिवर्तित करने का फैसला किया था , दुबारा लाखों बीजों के रूप में जीवित हो गया .

परिवर्तन को एक घटना की तरह नही , बल्कि एक प्रक्रिया की तरह देखना चाहिए . यह नयी खोज की तरह होता है . यह हमारे वातावरण को ही नही , बल्कि हमे भी बदलता है . हम विकास की नयी संभावनाओं को देखने लगते हैं और परिवर्तन में सक्षम होते हैं . यह हमे मिटाने की जगह मजबूत बनाता है और हम प्रगतिशील हो जाते हैं .

Toshi Dogra's photo.
Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

एक राजा के पास कई हाथी थे,


एक राजा के पास कई हाथी थे,
लेकिन
एक हाथी बहुत शक्तिशाली था,
बहुत आज्ञाकारी,
समझदार व युद्ध-कौशल में निपुण था।
बहुत से युद्धों में वह भेजा गया था
और वह राजा को विजय दिलाकर वापस लौटा था,
इसलिए वह महाराज का सबसे प्रिय हाथी था।

समय गुजरता गया …

और एक समय ऐसा भी आया,
जब वह वृद्ध दिखने लगा।

अब वह पहले की तरह कार्य नहीं कर पाता था।
इसलिए अब राजा उसे युद्ध क्षेत्र में भी नहीं भेजते थे।

एक दिन वह सरोवर में जल पीने के लिए गया, लेकिन वहीं कीचड़ में उसका पैर धँस गया और फिर धँसता ही चला गया।

उस हाथी ने बहुत कोशिश की,
लेकिन वह उस कीचड़ से स्वयं को नहीं निकाल पाया।

उसकी चिंघाड़ने की आवाज से लोगों को यह पता चल गया कि वह हाथी संकट में है।

हाथी के फँसने का समाचार राजा तक भी पहुँचा।

राजा समेत सभी लोग हाथी के आसपास इक्कठा हो गए और विभिन्न प्रकार के शारीरिक प्रयत्न उसे निकालने के लिए करने लगे।

जब बहुत देर तक प्रयास करने के उपरांत कोई मार्ग नहीं निकला तो राजा ने अपने सबसे अनुभवी मंत्री को बुलवाया।

मंत्री ने आकर घटनास्थल का निरीक्षण किया और फिर राजा को सुझाव दिया कि सरोवर के चारों और युद्ध के नगाड़े बजाए जाएँ।

सुनने वालोँ को विचित्र लगा कि भला नगाड़े बजाने से वह फँसा हुआ हाथी बाहर कैसे निकलेगा, जो अनेक व्यक्तियों के शारीरिक प्रयत्न से बाहर निकल नहीं पाया।

आश्चर्यजनक रूप से जैसे ही युद्ध के नगाड़े बजने प्रारंभ हुए, वैसे ही उस मृतप्राय हाथी के हाव-भाव में परिवर्तन आने लगा।

पहले तो वह धीरे-धीरे करके खड़ा हुआ और फिर सबको हतप्रभ करते हुए स्वयं ही कीचड़ से बाहर निकल आया।

अब मंत्री ने सबको स्पष्ट किया कि हाथी की शारीरिक क्षमता में कमी नहीं थी, आवश्यकता मात्र उसके अंदर उत्साह के संचार करने की थी।

हाथी की इस कहानी से यह स्पष्ट होता है कि यदि हमारे मन में एक बार उत्साह – उमंग जाग जाए तो फिर हमें कार्य करने की ऊर्जा स्वतः ही मिलने लगती है और कार्य के प्रति उत्साह का मनुष्य की उम्र से कोई संबंध नहीं रह जाता।

जीवन में उत्साह बनाए रखने के लिए यह आवश्यक है कि मनुष्य सकारात्मक चिंतन बनाए रखे और निराशा को हावी न होने दे।

कभी – कभी निरंतर मिलने वाली असफलताओं से व्यक्ति यह मान लेता है कि अब वह पहले की तरह कार्य नहीं कर सकता, लेकिन यह पूर्ण सच नहीं है।