Posted in लक्ष्मी प्राप्ति - Laxmi prapti

પૈસાની તંગીનું કારણ બને છે ઘરની આ પાંચ વસ્તુઓ, કરી લેજો આ ઉપાય !


પૈસાની તંગીનું કારણ બને છે ઘરની આ પાંચ વસ્તુઓ, કરી લેજો આ ઉપાય !

ઘણાં લોકો ભલે ગમે તેટલી કોશિશ કરી લે, પરંતુ તેઓ પોતાના ધનને સંભાળીને નથી રાખી શકતાં. આવા વ્યક્તિઓને સતત પૈસાનું નુકસાન થતું જ રહે છે. એવામાં તેનું કારણ સમજી શકવું ઘણું મુશ્કેલ થઇ જાય છે. ઘણીવાર સતત પૈસાના નુકસાનને કારણે વાસ્તુ સંબંધી દોષ પણ થઇ શકે છે. વાસ્તુના આ 5 કારણોને ધ્યાનમાં રાખીને પૈસાના નુકસાનથી બચી શકાય છે.

  1. ધન રાખવાની દિશાઃ-

ધનમાં વૃદ્ધિ અને બચત માટે તિજોરી અથવા કબાટ જેમાં ધન રાખવામાં આવે, તેને દક્ષિણ દિશામાં એવી રીતે રાખો કે તેનું મુખ ઉત્તર દિશા તરફ રહે. ધનમાં વૃદ્ધિ માટે તિજોરીનું મુખ ઉત્તર દિશાની તરફ હોવું સૌથી સારું માનવામાં આવે છે.

  1. નળથી પાણી ટપકવું-

ઘરના નળમાંથી પાણીનું ટપકવું ખૂબ જ સામાન્ય વાત માનવામાં આવે છે. આ માટે તેને ઘણાં લોકો અદેખું કરે છે, પરંતુ નળથી પાણીનું ટપકતાં રહેવું પણ વાસ્તુશાસ્ત્રમાં આર્થિક નુકસાનનું મોટું કારણ માનવામાં આવે છે. વાસ્તુના નિયમ મુજબ, નળથી પાણીનું ટપકતાં રહેવું ધીરે-ધીરે ધનના ખર્ચનો સંકેત માનવામાં આવે છે. આ માટે નળમાં ખરાબી આવી જાય તો તેને તરત જ બદલી દેવો જોઇએ.

  1. બેડરૂમમાં રહેલી ધાતુની વસ્તુઓઃ-

બેડરૂમમાં ગેટની સામેવાળી દીવાલની ડાબા ખૂણા પર ધાતુની કોઇ વસ્તુ લટકાવી જોઇએ. વાસ્તુશાસ્ત્ર મુજબ આ સ્થાન ભાગ્ય અને સંપત્તિનું ક્ષેત્ર હોય છે. આ દિશાની દીવાલમાં તિરાડ ન હોવી જોઇએ. આ દિશાનું કપાયેલું હોવું આર્થિક નુકસાનનું કારણ હોય છે.

  1. ઘરમાં ન રાખવો કબાટઃ-

ઘરમાં તૂટેલાં-ફૂટેલાં વાસણ તથા કબાટને એંકઠા કરીને રાખવાથી ઘરમાં નેગેટિવ ઉર્જા ફેલાય છે. તૂટેલો પલંગ, કબાટ અથવા લાકડાનો સામાન પણ ઘરમાં ન રાખવો જોઇએ, આવું કરવાથી આર્થિક લાભમાં કમી આવે છે અને ખર્ચ વધે છે. અગાસી ઉપર અથવા દાદરાની નીચે કબાટ રાખવાથી પણ તે આર્થિક નુકસાનનું કારણ બને છે.

  1. પાણીના નિકાશનું રાખવું ધ્યાનઃ-

વાસ્તુશાસ્ત્ર મુજબ, જળનો નિકાશ ઘણી વસ્તુઓને પ્રભાવિત કરે છે. જેના ઘરમાં જળનો નિકાશ દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં હોય છે તેમણે આર્થિક સમસ્યાઓની સાથે અન્ય ઘણાં પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે. ઉત્તર દિશા તથા પૂર્ણ દિશામાં જળનો નિકાશ આર્થિક દ્રષ્ટિએ શુભ માનવામાં આવે છે.

Author:

Buy, sell, exchange books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s