Posted in भारत का गुप्त इतिहास- Bharat Ka rahasyamay Itihaas

મખવંતો ઝલ્લત…..હર શકિત કુલેશાત….જય ઝાલાવાડ .


મખવંતો ઝલ્લત…..હર શકિત કુલેશાત….જય ઝાલાવાડ .

— with Bhruguraj Sinh Zala and 48 others.

History of Zalawad's photo.

આશરે વિ.સ ૧૧૦૦ ની આસપાસ સિંધના ઈશાન ખૂણેથી ઈશાવતાર કિતીૅગઢના પાટવી કુંવર હરપાલદેવ પોતાના મોસાળ પાટણ પધાયાૅ તેમના નાનાબાપૂ પાટણપતિ શ્રી ભીમદેવ~૧ (બાણાવળી) તથા નાનીમાં ઉદયામતી (જેમને વિશ્વ પ્રસિધ્ધ રાણી ની વાવ બંધાવી ) તથા મામા શ્રી કરણદેવ~૧ સોલંકી અને મામીસા મીનળદેવી ના સમયમા બાબરોભૂત પાટણ ની રૈયતને અને કરણદેવ~૧ સોલંકી ના ઝાંઝમેર વાળા રાણી ફુલાદે ને પોતાની પ્રેત અસૂરી શકિતથી રંજાડતો આ વાત ની જાણ રાજા કરણદેવે પોતાના ભાણેજ કિતીૅગઢના કુમાર હરપાલદેવ ને કરી અને તેજ મહિના ની આસો વદ~૧૪ ( કાળી ચૈદશ ) ની કાળી રાત્રીએ કુળદેવી મમૅરાદેવી ને યાદ કરી પોતાના ભાયાૅ કુળઅંબા શકિતદેવી ( પાટણ ના સોલંકી કુળ ના ફટાયા કુવર ભકતરાજ પ્રતાપસસિંહ સોલંકી ના દિકરી હતા ) ની સહાયથી બાબરાભૂત ને વશ કરી અસૂર માંથી સૂર ( બાબરોસૂર ) બનાવ્યો અને મામા કરણદેવ સોલંકી એ આપેલ વચન મુજબ એકજ રાત્રી મા લોહીનું એકપણ ટીપુ રેડીયા વિના મોસાળ પકસે મામા કરણદેવ~૧ સોલંકી પાસેથી લીધા જેમા ૫૦૦ ભાલ પ્રદેશના રાણી ફુલાદેવી ને પાછા દઈ વિ.સ ૧૧૫૬ પાટભૂમી પાટડી ગાદી સ્થાપી ઝાલા અને ઝાલાવાડ ના કિતીૅના કોટ કંડારી ધામાની ધરતી ઉપર દેવપોઢી એકાદશી ને દિ શયન થયા .
એ ઝાલાવંશ ના આધ્યપિતા બાપા હરપાલદેવ ની પ્રતીમા ધ્રાંગધરા રાજના શ્રી શકિતચોકમાં સ્થાપીત કરવાનુ સૈભાગ્ય સોઢાણવંશજ ધ્રાગધરા નરેશ ૪૫ માં ઝલ્લેશ્વર મહારાજા મયુરધ્વજસિંહજી ( મેધરાજજીબાવા ) ને પ્રાપ્ત થયુ
અને આ મહા ઉત્સવ ની પ્રતીકૃતી ને આવનાર ઈતિહાસના પાને ચિત્રના રૂપમાં કંડારવાનુ કાયૅ તેમનાજ વચેટ કુંવર જયરાજસિંહજીદેવ ( જયબાપા ) ને થયુ ….જય ઝાલાવાડ…..સ્વસ્તી….અસ્તુ

Author:

Buy, sell, exchange old books

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s